ડીસા (મેરૂજી પ્રજાપતિ)

૧૮તારીખે મારામારીનો ભોગ બનનાર ઠાકોર ઇસમ કોમામાં ગયેલ. સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે નિપજ્યું મોત મોતનું કારણ, બનાવસ્થળ અજ્ઞાત હોય રહસ્ય ઘેરૂ બનેલ ત્યારે ડીસા ના.પો.અધિક્ષક શ્રી કુશલ ઓઝાના માર્ગદર્શન  હેઠળ  ડીસા તાલુકા પી.આઈ.શ્રી.એસ.એમ.પટણીએ ત્વરિત તપાસ હાથધરી આરોપી ઝડપી પાડ્યો

ચકચારી હત્યા અંગે જાણવા મળ્યા પ્રમાણે ડીસા તાલુકાના જુનાડીસા ગામે સુરેશભાઇ માળીના ખેતરમાં ભાગીયા તરીકે મજૂરી કરતા શામળભાઈ બાઝાજી મૂળ રહે.ફોરણા તા.દિયોદર ૧૮ જાન્યુઆરીએ કોઈ ઈસમો દ્વારા મારમારી જીવલેણ ઇજાઓ પહોંચાડેલ જેનું સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે મોત નિપજવા પામેલ.

 ૧૮મી જાન્યુઆરીએ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા જીવલેણ માર મારતા ભોગ બનનાર શામળ ઠાકોર કોમામાં સરી પડેલ અને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડાયેલ ત્યારે આ બનાવની જાણ ડીસા તાલુકા પોલીસ ઇસ્પેક્ટર શ્રી.એસ.એમ.પટણીને થતા અમદાવાદ પહોંચી ત્વરિત તપાસ હાથધરી મૃતકની પત્ની વિજયાબેન પાસેથી તા.૨૨/૧/૨૩ના રોજ ફરિયાદ લઈ ફ.ગુ.ર.નં. ૪૯/૨૦૨૩ આઈ.પી.સી. ૩૦૨ મુજબ નોંધી ત્વરિત તપાસ હાથ ધરેલ અને આરોપી સહદેવભાઈ ભીખાભાઇ દેવીપૂજક ને ઝડપી પાડેલ. આબાબતે જાણવા મળ્યા પ્રમાણે મરણ જનાર શામળભાઈએ જુનાડીસા ખાતે રહેતા આરોપી સહદેવભાઈ ભીખાભાઇ દેવીપૂજક પાસે બકરીનું દૂધ માંગેલ ત્યારે આરોપીએ કહેલ કે દૂધ નાના બચ્ચાઓને પાવેલ હોય દૂધ નથી. આ બાબતે સામાન્ય તકરાર દરમ્યાન આરોપીએ ધક્કો મારતા શામળ ઠાકોર પડી જવા પામેલ જેથી હાથમાં ફેક્ચર અને માથામાં ઇજાઓ થયેલ અને હેમરેજ થતા અમદાવાદ સારવાર દરમ્યાન મોત નિપજેલ ત્યારે તાલુકા પી.આઈ. શ્રી એ ત્વરિત તપાસ હાથ ધરી તા.૨૬/૧/૨૩ના આરોપી સહદેવભાઈ ભીખાભાઇ દેવીપૂજક ને ઝડપી પાડી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

      આગથળા પોલીસે ૧૪લાખ ૯૬૪૦૦ની ચોરી નો ભેદ ઉકેલ્યો....  

 શ્રીજે.આર.મોથલીયા પોલીસ મહા નિરીક્ષક સરહદી રેન્જ કચ્છભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા એ જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું કરેલ સૂચન મુજબ ડીસા ના.પો.અધિક્ષક શ્રી ડો.કુશલ ઓઝા અને સર્કલ પી.આઈ.શ્રી.એસ.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ આગથળા પોલીસે તાલુકા પોસ્ટે.ના પી.એસ.આઇ.શ્રી. એન.એચ.રાણા અને તેમની ટીમે આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના કમોડી ગામે આવેલ સોલાર ફાર્મ માંથી ૧૪,૯૬,૪૦૦ ની થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને રિકવર કરેલ. આગથળા પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા પ્રમાણે ઇ.પી.કો. કલમ ૪૬૧,૩૭૯,૧૧૪ મુજબ તારીખ ૩૦/૧૨/૨૨ ના રોજ ચોરી થઈ હોવાનો ગુનો નોંધાયેલ જેની તપાસ પી.એસ.આઇ.શ્રી એન.એચ રાણા ચલાવી રહ્યા હતા ત્યારે અ.પો.કો.પ્રકાશભાઈ બાબુભાઇ એ બાતમી દાર દ્વારા બાતમી મેળવેલ કે સાહેદ દશરથભાઈ શાંતિભાઈ પરમાર રહે.કમોડી તા.લાખણી વાળાઓની પિક અપ જીપડાલનો આરોપીઓએ મુદામાલચોરી કરવામાં ઉપયોગ કર્યો હોવાની હકીકત જણાઈ આવતા સાહેદને પોસ્ટે.એ લાવી યુક્તિ-પ્રયુક્તિ પૂર્વક પૂછપરછ કરતા ઉપરોક્ત ચોરીમાં (૧)કનુભાઈ મણાભાઈ ડાભી રહે.રામસણ તા.લાખણી,(૨) રતિલાલ ઉકાભાઈ પરમાર રહે.કમોડી (૩) પ્રભુભાઈ ઉકાભાઈ પરમાર રહે.કમોડી (૪)જેઠાભાઇ મગનભાઈ પરમારરહે. ડેકા (૫) ડાયાભાઇ મણાભાઈ ડાભી રહે.રામસણ વાળાઓ એ ચોરી કરેલ હોવાનું અને કેટલોક મુદ્દામાલ કનુડાભી રામસણ વાળાને ત્યાં પડેલ હોવાનું જાણવા મળેલ.તેઓને સાથે રાખી ઝડતી તપાસ કરતા ચોરીમાં ગયેલ સોલાર પ્લેટો માંથી ૩૦ નંગ સોલાર પ્લેટ કિં. રૂ.૫,૬૭૦૦૦ ના મુદ્દામાલ સાથે ગુન્હામાં વપરાયેલ પિક-અપ જીપડાલુ નં. જી.જે.8,08એ યું 3756 કિ. રૂ.૧,૫૦૦૦૦ દોઢ લાખ કબજે કરી અન્ય આરોપીઓની તપાસ કરતા પ્રભુભાઈ પરમાર મળી આવતા પોસ્ટે. લાવી ગુન્હાના કામે અટક કરેલ. સહ આરોપીઓ અને મુદ્દામાલ રિકવર કરવાનો હોય નામદાર કોર્ટ સમક્ષ રજુકરી વધુ તપાસ હાથ ધરેલ.

કામગીરી કરનાર અધિકારી શ્રીઓ

શ્રી એન.એચ.રાણા.પો.સબ.ઇન્સ.આગથળા

શ્રી લક્ષમણસિંહ હે.કો. શ્રી હરસંગભાઈ પો.કો. શ્રીભાંણજીભાઈ પો.કો.શ્રી પ્રકાશભાઈ પો.કો. શ્રીનરસુગભાઈ પો.કો. શ્રી યોગેશ કુમાર પો.કો.