સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મા જગત જનની અંબાનું ભવ્ય મંદિર બિરાજમાન છે. યાત્રાધામ અંબાજીમાં નાના-મોટા અનેકો મંદિરો આવેલા છે. તો અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલા આપેશ્વર મહાદેવનું મંદિર પણ પ્રખ્યાત છે. ગબ્બર રોડ પર આવેલા આપેશ્વર મહાદેવ મંદિર એક પૌરાણિક મંદિર છે. આપેશ્વર મહાદેવ મંદિરમાં અનેકો ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. અંબાજીના ગબ્બર રોડ પર આવેલા આપેશ્વર મહાદેવ પર અંબાજી અને આજુબાજુમાં વસવાટ કરતા લોકો સાથે રબારી સમાજના લોકોની મોટી આસ્થા જોડાયેલી છે. આપેશ્વર મહાદેવ મંદિરનું નવનીકરણ થયા બાદ આજથી આપેશ્વર મહાદેવ મંદિરનું ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું છે.
શ્રી આપેશ્વર મહાદેવ ના ત્રિ- દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો આજે પ્રથમ દિવસ છે. ત્યારે આજે આપેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે યજ્ઞનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો સાથે અંબાજી ગામના લોકો પણ જોડાયા હતા. ત્રિ- દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન રબારી સમાજના આગેવાનો અને આપેશ્વર મહાદેવ મંદિરના યુવા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં રબારી સમાજ અને ગ્રામ વાસીઓનો મોટો ફાળો છે. આપેશ્વર મહાદેવ મંદિરનું નવનીકરણ થયા બાદ ત્રિ- દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપેશ્વર મહાદેવની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સહિત યજ્ઞ, શોભાયાત્રા, મહાઆરતી સહિતની અનેકો ધાર્મિક કાર્યક્રમો વિધિવત રૂપે કરવામાં આવશે.