ડીસા તાલુકાના માલગઢ ગામની એલ. એચ. માળી આદર્શ હાઇસ્કૂલમાં 74 માં ગણતંત્ર દિન નિમિત્તે શાળા પરિવાર દ્વારા જીતેન્દ્ર એમ. ટાંક " કવિ જીમ"નું સન્માનપત્ર અને શાલ વડે બહુમાન કરવામાં આવ્યું હતું. કવિ જીમ છેલ્લા 28 વર્ષથી સાંસ્કૃતિક વારસા સ્થળોને ઉજાગર કરવા સતત અને સઘન લેખન કાર્ય કરી રહ્યા છે.
50 કરતાં વધુ વિષય પર તેમના 1,000 કરતાં વધુ લેખ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, દિલ્હી વગેરે રાજ્યોના 60 કરતાં વધુ વર્તમાનપત્રો અને પત્રિકામાં પ્રકાશિત થઇ ચૂક્યા છે. તેઓ સ્વતંત્ર પત્રકાર અને ફોટોગ્રાફર પણ છે.
 
  
  
  
  
  