કાલોલ તાલુકાના વેજલપુર પો.સ્ટે.માં મારૂતીવાન ચોરીની ફરીયાદ તા.૧૩/૦૧/૨૦૨૪ ના રોજ દાખલ થઈ હતી જે બાબતે સર્વેલન્સ સ્ટાફ સાથે રાખી CCTV ફુટેજ તેમજ નેત્રમ કમાન્ડ કંટ્રોલ ગોધરાના CCTV ચેક કરતા ચોરી થયેલ મારૂતીવાન ગાડીને મારૂતી ઝેન નં.GJ-09-H-0933 દ્વારા બાંધી ખેંચી જઈ ચોરી કરી ગોધરા બાજુ લઈ ગયા હોઈ તેવું જાણવા મળ્યું હતું જેથી ચોક્કસ બાતમીદારો રોકી તપાસ ચાલુ કરેલ જે આધારે તા.૧૪/૦૧/૨૦૨૪ ના રોજ પો.સ.ઈ.એસ.એલ.કામોળ વેજલપુર પો.સ્ટે. નાઓને બાતમી મળેલ કે ચોરી થયેલ મારૂતીવાન લઈને બે ઈસમો અન્ય વાહન ચોરી કરવાના ઈરાદાથી હાલોલ તરફ જવાના છે જે માહિતી આધારે નાંદરખા ચોકડી ઉપર વોચ ગોઠવી વર્ણન વાળી મારૂતીવાન આવતા રોકી ચેક કરતા જેમાં અગાઉ પણ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ (૧) સાહીલ ઉર્ફે ગુગલો હનીફ પઠાણ રહે.રહેમતનગર તા.ગોધરા (૨) યાકુબ સત્તાર પથીયા ઉર્ફે વેજલીયો રહે.સાતપુલ સી સોસાયટી ગોધરા નાઓ હોય જેઓને મારૂતીવાનના કાગળો સબંધે પુછતા ગલ્લા તલ્લા કરતા હોય તેઓની અંગઝડતી કરતા તેઓ પાસેથી ૧૧ નંગ અલગ અલગ વાહનોની ચાવીઓ મળી આવેલ જે શંકાસ્પદ હોય જેથી મારૂતીવાન બાબતે પોકેટ કોપ આધારે ખરાઈ કરતા જેનો રજી નં.GJ-06-LK-7508 નો હોય જે બાબતે વેજલપુર પો.સ્ટે. એ પાર્ટ નં.૧૧૨૦૭૦૭૬૨૪૦૦૨૧/૨૦૨૪ ઈ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો જેથી મારૂતીવાન સદર ગુન્હાના કામે રીકવર કરવામા આવેલ ત્યારબાદ પકડાયેલ આરોપીઓને વિશ્વાસમા લઈ વધુ પુછપરછ કરતા અગાઉ વેજલપુર ખાતેથી અન્ય એક મારૂતીવાન ચોરી હતી તેવું કબુલ કર્યું હતું જે મારૂતીવાન ગોધરા ગીતેલી પ્લોટ બાજુ રહેતા તાહીર તૈયબ ટપલા નાઓને વેચેલ હોવાનુ જણાવ્યું હતું જે બાબતે તપાસ કરતા અત્રેના વેજલપુરથી ચોરી થયેલ મારૂતીવાન હતી જે બાબતે વેજલપુર પો.સ્ટે. એ પાર્ટ નં.૧૧૨૦૭૦૭૬૨૪૦૦૨૬/૨૦૨૪ ઈ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલો હતો જે ગુન્હાના કામે રીકવર કરવામાં આવેલ તેમજ ચોરી કરવામાં ઉપયોગમાં લેવામાં આવેલ મારૂતી ઝેન તપાસના કામે કબ્જે કરી વેજલપુર પો.સ્ટે. મા દાખલ થયેલ વાહન ચોરીઓના કુલ-૦૨ ગુન્હાઓ ડીટેક્ટ કરવામા વેજલપુર પોલીસને સફળતા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bajaj से लेकर TVS तक इन चार कंपनियों के Electric Scooters को खरीदना हुआ महंगा, जानें कितनी बढ़ी कीमत
भारतीय बाजार में Electric Scooter की मांग लगातार बढ़ रही है। बाजार में Bajaj TVS Ather और Vida...
અમરેલી માં પોતાની પરિણીત પ્રેમીકાએ ઉંઘની ગોળીઓ ખાઈલેતાં પ્રેમી પણ ૪૦ ગોળીઓ ખાઇ ગયો.
અમરેલીના નાગનાથ મંદિર પાસેનો બનાવ • આડા સંબંધની પ્રેમિકાના પતિને જાણ થતા ભર્યું પગલું...
चापरमुख मारवाड़ी पट्टी में दो श्रीहनुमान जन्मोत्सव ६से।
६अप्रैल को कलश यात्रा।
रोहा चापरमुख मारवाड़ी पट्टी स्थित श्री हनुमान मंदिर प्रांगण में चैत्र शुक्ल पूर्णिमा छह अप्रैल को...
Manoj Muntashir और Kumar Vishwas के बीच क्या हुआ? बिना नाम लिए क्या इशारा कर गए मनोज?
Manoj Muntashir और Kumar Vishwas के बीच क्या हुआ? बिना नाम लिए क्या इशारा कर गए मनोज?