ડીસા ગાંધીચોક ખાતે પ્રથમવાર પાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું...

આજે સમગ્ર ભારત દેશમાં 74 માં પ્રજાસત્તાક દિન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડીસા શહેરમાં આજે નગરપાલિકા દ્વારા ગાંધીચોક ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં આજે પ્રથમવાર પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું જેમાં પાલિકાનાં ચુંટાયેલા સદસ્યો સાથે શહેરજનો ઉપસ્થિત રહીને તિરંગાને સલામી આપી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગણતંત્ર દિવસ નિમિત્તે સંબોધન કરતા પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા શહેરમાં થઈ‌ રહેલ વિકાસનાં કામોને લઈને રૂપરેખા શહેરજનો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં આવનાર સમયમાં ડીસા શહેરમાં સુંદર બગીચાઓ સાથે સ્વછતા અભિયાન સાથે રોડ રસ્તાઓ બનાવી ડીસા શહેર વિકાસનાં પંથે આગળ વધશે તેવા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે 74 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સાથે ચીફ ઓફિસર અને ચુંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને દેશભક્તિના ગીત સાથે દેશભક્તિ માહોલ છવાયો હતો જ્યારે આજે પ્રથમવાર પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ પુર્ણાહુતી બાદ સિન્ધી સમાજનાં આગેવાનો દ્વારા પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરનું શાલ ઓઢાડીને સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું