હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ ૨૮ જાન્યુઆરીના દિવસે બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદ પડી શકે છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે.તો આ દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાતિલ કોલ્ડવેવ ફરી વળશે. 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે, જેના કારણે ગુજરાતભરમાં કોલ્ડવેવ છવાશે.24 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં આંશિક રાહત મળશે.આગામી 28 જાન્યુઆરીએ કમોસમી વરસાદની અગાહીના પગલે સાવચેતીના પગલાં લેવા તાકીદ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદથી પલળી ન જાય તે માટે સુરક્ષિત જગ્યાએ ખસેડવા તાકીદ કરાઈ છે. જિલ્લાના તમામ માર્કેટયાર્ડ તેમજ સબસેન્ટરો તેમજ અનાજભરીને જતા પરિવહનોને ડીઝાસ્ટર મામલતદાર દ્વારા પત્ર લખી માહિતગાર કરાયા.ગુજરાતીઓની હાલત હવે વધુ કફોડી થશે.કારણ કે,એક તરફ પહેલેથી જ કાતિલ ઠંડી આકરી બની છે.ત્યારે હવે હવામાન વિભાગની કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ પડશે. આ વચ્ચે ઠંડીનો ચમકારો તો યથાવત રહેશે.પરંતું વરસાદ કારણે લોકોની હાલત વધુ કફોડી બનશે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं