પાવીજેતપુર ની શાળા શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.
પાવી જેતપુર ની શ્રીમતી વી આર શાહ સાર્વજનિક શાળા માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી, ૫ સપ્ટેમ્બર નો દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ નો જન્મ દિવસ છે અને તેઓ એક શિક્ષક પણ હતા, એટલે તેમની યાદમાં સમગ્ર દેશમાં ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે.માણસના જીવનમાં શિક્ષકનું ખૂબ જ મહત્વ હોય છે, એક શિક્ષક નો સમાજને અને દેશને આગળ લઈ જવામાં ખૂબ મોટો ફાળો હોય છે.
વાત કરીએ તો પાવીજેતપુર શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં પણ આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી શિક્ષક દિનની ઉજવણીમાં નાના બાળકોથી લઈને મોટા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ખૂબ સારી રીતે એક શિક્ષક બનીને કામ કર્યું હતું. વિદ્યાર્થીઓમાં પણ ખૂબ ઉત્સાહ દેખાયો હતો.સ્કૂલમાં શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી તેમને એક શિક્ષકનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને ભવિષ્ય માટે સારા શિક્ષક બને તેવો આશીર્વાદ આપવામાં આવ્યો હતો.
આમ પાવીજેતપુર શ્રીમતી વી. આર. શાહ. સાર્વજનિક હાઈસ્કૂલમાં ખૂબ હર્ષો ઉલ્લાસ સાથે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.