સ્વ.બિરેનભાઈ દિનેશચંદ્ર દોશી ની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે વિના મુલ્યે કુદરતી ઉપચાર કેમ્પ યોજાયો

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૨૦/૦૫/૨૦૨૩ને શનિવારના રોજ સ્વ. બિરેનભાઈ દિનેશચંદ્ર દોશી ની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે કુદરતી ઉપચાર કેમ્પ યોજવામાં આવેલ. આ કેમ્પમાં અસાધ્ય રોગો જેવા કે સાંધાના દુખાવા, સાયટીકા, માઈગ્રેન, ઘૂંટણના દુખાવા, પેરાલિસીસ, ફેક્ચર પછીની કસરત, તેમજ શરીર ના કોઈપણ દુખાવાની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી, જેમાં એક્યુપ્રેશર અને મેગ્નેટ પધ્ધતિ દ્વારા સારવાર કરવામાં આવી હતી. સાવરકુંડલા શહેર અને તાલુકામાંથી ખુબ મોટી સંખ્યામાં દર્દી નારાયણે લાભ લીધેલ આ કેમ્પમાં કુદરતી ઉપચાર કેન્દ્ર સાવરકુંડલાના ચિકિત્સક શ્રી ગોપાલભાઈ ભરખડા અને હિનાબેન ભરખડા દ્વારા સેવા આપવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રફુલભાઈ ગોસાઈ, શીરીશભાઈ ઠાકર, સતીષભાઈ પાંડે દ્વારા જહેમત ઉઠાવેલ તેમજ શ્રી પરાગભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પને સફળ બનાવવામાં આવેલ.

રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા