સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ડીસામાં ધારાસભ્ય પ્રવિ માળી, ચીફ ઓફિશર સદ્દામ અંશારી, નરેન્દ્રસિંહ ચાવડા (જિલ્લા શિક્ષણાધિકારી, બ.કાં),રાજુભાઈ ઠક્કર (પ્રમુખ, ડીસા નગરપાલિકા),એસ.એમ.પટ્ટણી(પી.આઈ. ડીસા),શાળાના મેનેજર ફાધર આલ્મેડા, આચાર્ય શ્રી ફાધર રાજની ઉપસ્થિતિમાંઆર્ચ બીસપ થોમસ મેકવાનના અઘ્યક્ષ સ્થાને7 મો  વાર્ષિક ટેલેન્ટ શૉ યોજાયો, કે.જી.થી લઈ ધોરણ-12નાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી .ડીસાના પ્રબુદ્ધ નાગરિકો અને વાલીઓએ  કાર્યક્રમને મનભરી માણ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય સર અને દીપકસર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અનોખી આભાર વિધિ શાળાના આચાર્ય ફાઘર રાજે કરી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવામાં શાળાનાં આચાર્ય ફાધર રાજનું માર્ગદર્શન અને એન.સી.સી ઑફિસર ભરતભાઈ તેમજ શાળાનાં સમગ્ર શિક્ષકમિત્રોનો બહુમૂલ્ય ફાળો રહ્યો હતો.