દાહોદ જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા એ ઝાલોદ ના ગણેશમંડળો ની મુલાકત લઈ દર્શન કર્યા
પ્રથમ પૂજ્ય દુંદાળા દેવ શ્રી ગણેશજીની ભક્તિના પાવન પર્વની ઉજવણી નિમિતે આજ રોજ ઝાલોદ શહેરના લુહારવાડા ના રાજા ગીતામંદિર ભક્ત મિત્ર મંડળ વડ બજાર ના રાજા ગણેશ પંડોલા ખાતે સ્થાપિત શ્રી વિધ્નહર્તાની પ્રતિમાની પૂજા અર્ચના દર્શન કરવા આવેલ હતા દરેક મંડળો સાથે બેસી પૂજા અર્ચના કરી વાતચીત કરી હતી તેમના સાથે ઝાલોદ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો પણ સાથે જોડાઈ હતી અને દરેક વિસ્તારમાં જઈ ગણેશજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ઝાલોદ શહેર ટાવર બજાર ગણેશ ઉત્સવના જન ઉમંગમા મહિલા મોરચાની બહેનો જીગનીશાબેન રીટાબેન રૂપલબેન સાથે ભક્તિ ભાવપૂર્વક જોડાઈ ગણેશજીના દર્શન અર્ચના અને પૂજા આરતી કરી અષ્ટવિનાયક વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી સૌના સર્વ દુ: એ દર્દ કરી નવી આશાની અને ખુશીની પ્રસરવે તેવી કામના કરી હતી