હવામાન વિભાગએ જણાવ્યું કે  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. હીમપ્રપાતથી ગુજરાતમાં પણ કાતિલ ઠંડી પડસે. રાજ્યમાં 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે. જેથી આ શિયાળાની સિઝન વધુ સમય સુધી ચાલશે. સવાર અને રાત્રિ દરમિયાન તીવ્ર ઠંડી અનુભવાશે, પરંતુ દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાની સંભાવના છે. જો કે માવઠાની આગાહીને કારણે રાજ્યનાં ખેડૂતો ચિંતિત બન્યા છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા વ્યક્ત કરી છે. જાન્યુઆરીમાં કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે.!  ગુજરાતમાં આગામી 24મી જાન્યુઆરીથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ 24થી 27 જાન્યુઆરી દરમિયાન ઠંડી વધશે. આ દરમિયાન બર્ફીલા પવનોની અસર જોવા મળશે. 29મી જાન્યુઆરીની આસપાસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યાતાઓ છે.  
3-4 માર્ચથી ગરમીમાં વધારો થશેઃ અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં જે ઠંડી પડશે તે આકરી હશે. આ સાથે રાજ્યમાં આગામી 20મી ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે. આ ઉપરાંત 3-4 માર્ચથી ગરમીમાં વધારો થશે. તેમણે જણાવ્યું કે, 26 એપ્રિલે 45 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાશે. 26 એપ્રિલ પછી સમુદ્રમાં હલચલ શરૂ થશે. 10 અને 11 મેના રોજ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું આવશે.