ખંભાતમાં ધી કેમ્બે એજ્યુકેશન સંચાલિત એસ.કે.વાઘેલા હાઈસ્કૂલમાં સાયબર વિકની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સેલ્કી સાયબર સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને સાયબર એક્સપર્ટ ધ્રુવેશકુમાર પંચાલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન આપી સાયબર જાગૃતિ વિષયક માહિતગાર કર્યા હતા.જેમાં રોજબરોજ બનતા સાયબર ક્રાઈમની ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી.તેમજ સાયબર સુરક્ષાની જાણકારી આપી હતી.

(સલમાન પઠાણ-ખંભાત)