રતનગઢનું "રતન":

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કાંકરેજ તાલુકાના રતનગઢ ગામની રીંકલબેન ચૌધરીએ બેઝિક સાયન્સ એન્ડ હયુમેનિટીઝ ફેકલ્ટી (બેઝિક સાયન્સ)માં ગોલ્ડ મેડલ મેળવ્યો

રાજ્યપાલશ્રી દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રીંકલનું સન્માન કરાયું

        આજના સમયમાં અભ્યાસનું મહત્વ ઘણું વધી ગયું છે. દરેક માતા પિતા ઇચ્છતા હોય છે કે પોતાનું સંતાન ભણી ગણીને ખૂબ આગળ વધે. આધુનિક યુગમાં દીકરા દીકરીની ભેદરેખા ભૂંસાઈ રહી છે. દીકરીઓ પણ અભ્યાસ સાથે દરેકે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે અને પરિવારોનું નામ રોશન કરી રહી છે, ત્યારે આવો આજે વાત કરીએ રતનગઢના "રતન"ની 

             બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનગઢ ગામની રીંકલબેન ચૌધરીએ બેઝિક સાયન્સ એન્ડ હયુમેનિટીઝ ફેકલ્ટીમાં (બેઝિક સાયન્સ) ગોલ્ડ મેડલ મેળવી નાનકડા રતનગઢનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે. તા. 23 જાન્યુઆરીના રોજ રાજ્યપાલશ્રી દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં રીંકલને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી ત્યારે અભણ માતા પિતાની આંખો હર્ષનાં આંસુથી ઉભરાઈ આવી હતી.

      રીંકલના માતા પિતાની વાત કરીએ તો તેના પિતા ઈશ્વરભાઈ કરશનભાઈ ચૌધરી અને માતા જડીબેન ચૌધરી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઈશ્વરભાઈ ચૌધરીએ ૭ ચોપડી સુધીનું શિક્ષણ મેળવેલ છે જ્યારે તેમના ધર્મપત્ની જડીબેન ચૌધરીએ ૨ ધોરણ સુધીનું શિક્ષણ મેળવેલ છે પરંતુ અભણ માતાપિતાએ પોતાના બાળકોને ભણાવવામાં ક્યાંય પાછી પાની કરી નથી. તેમનો એક દીકરો મહેશભાઈ ચૌધરી હાલ ફોરેસ્ટ ખાતામાં ફરજ બજાવે છે અને બીજો દિકરો ચિરાગ ચૌધરી બી.એસ.સી નો અભ્યાસ કરે છે. ખેતી અને પશુપાલનની આકરી મજૂરી તેમજ પેટે પાટા બાંધીને પણ પોતાના સંતાનોને શિક્ષણની શીખ આપી આ અભણ માતાપિતા આજે દીકરીની સિદ્ધિ બદલ ગૌરવની અનુભૂતિ કરી રહ્યા છે અને દરેક માતા પિતા પોતાના બાળકોને ભણાવે એવું ઇચ્છી રહ્યા છે.

શિક્ષણ મેળવી આગળ વધો અને જીવનના સપના સાકાર કરો: ઈશ્વરભાઈ કરશનભાઈ ચૌધરી

    પોતાની દીકરી રીંકલબેન ચૌધરીને ગોલ્ડ મેડલ મળતા પિતા ઈશ્વરભાઈ કરશનભાઈ ચૌધરીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે અમો તો સમય પ્રમાણે શિક્ષણના મેળવી શક્યા પણ અમારા બાળકો સંસ્કારનું શિક્ષણ મેળવીને આગળ વધે અને પોતાના જીવનના સપનાં પુરા કરે એજ આશીર્વાદ આપું છું.

દિકરી આગળ વધી માતા પિતાનું અને સમાજનું નામ ‌વધારે તેવું અમારું સપનું છે: જડીબેન ચૌધરી

       રીંકલની માતા જડીબેન ચૌધરીએ કહ્યું કે મારી દિકરી આગળ વધી જિલ્લાનું, ગામનું, માતા પિતાનું અને સમાજનું નામ ‌વધારે તેવું અમારું સપનું છે. ગોલ્ડ મેડલ જોઇ ખૂબ ખુશી થઈ છે. તે ખૂબ આગળ વધે અને ખૂબ ભણે એજ ઈચ્છા છે.

     બેઝિક સાયન્સ એન્ડ હયુમેનિટીઝ ફેકલ્ટી (બેઝિક સાયન્સ)માં ગોલ્ડ મેડલ મેળવનાર રીંકલ ચૌધરીએ પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતા અને શિક્ષકોને આપ્યો હતો. ગામની દીકરીની સફળતાથી રતનગઢ ગામમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ દિકરી રિંકલબેન ચૌધરીને શુભેચ્છાઓ સાથે અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતા.

      આજે દીકરીઓ અભ્યાસ સહિતના ક્ષેત્રમાં કાઠું કાઢી માતાપિતાની આબરૂ ઈજ્જત વધારી રહી છે. ત્યારે રીંકલની આ સિદ્ધિ ગરીબી અને આર્થિક સાંકડામણ અનુભવતા કેટલાય પરિવારો માટે પ્રેરણારૂપ બની રહી છે. પોતાનું બાળક ભણવા અને આગળ વધવા માંગતું હોય તો ગમે તેવી આકરી મજૂરી કે આર્થિક ભીંસ કયારેય નડતી નથી એનું ઉત્તમ ઉદાહરણ રીંકલના માતા પિતાએ પોતાના ત્રણેય બાળકોને ભણાવી પૂરું પાડ્યું છે. દીકરી જન્મ વખતે હતાશા અનુભવતા અને દીકરીને સાપનો ભારો ગણતા રૂઢિવાદી પરિવારો માટે રીંકલનો ગોલ્ડ મેડલ જોઈ એટલું જ કહેવાનું કે છોરીઓ છોરો સે કમ નહીં...

બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા