ડીસામાં ટી.સી.ડી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્યના હસ્તે કરાશે ભૂમી પૂજન; અરજદારો અને અધિકારીઓની અગવડો દૂર થશે..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બ્યૂરો રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા 

ડીસા માં હવે નવીન તાલુકા પંચાયત બનાવવામાં આવશે. હાલની તાલુકા પંચાયત કચેરીનું મકાન જર્જરીત થતાં 2.40 કરોડના ખર્ચે અત્યાધિક સુવિધા સભરથી બનાવામાં આવશે..

નવીન તાલુકા પંચાયત કચેરીના મકાનનું આગામી 30 મી તારીખે ટી.સી.ડી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાશે..

ડીસા તાલૂકા પંચાયત કચેરી હાલમાં જલારામ રોડ પર આવેલી છે, જેનું બાંધકામ વર્ષો જૂનું હોવાથી જર્જરિત થતાં, નવી કચેરી બનાવવા સરકારમાં મંજુરી માંગતા રાજ્ય સરકારે ડીસાના ટી.સી.ડી ગ્રાઉન્ડમાં જમીનની ફાળવણી કરી. રૂ. 2.40 કરોડનું બાંધકામ માટે મંજુર કરાયું છે..

સરકાર માંથી મંજૂરી મળતા આગામી તા. 30 જાન્યુઆરીએ ધારાસભ્ય પ્રવીણ માળી ના હસ્તે ખાતમુહૂર્ત કરી બાંધકામ શરૂ કરવામાં આવશે..

નવી તાલુકા પંચાયત કચેરી 6400 ફૂટના વિશાળ જમીન પર બનશે. જેમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપ પ્રમુખ, ચેરમેન માટે અલગ અલગ ચેમ્બર બનશે. સાથે વહીવટી સ્ટાફ માટે વિશાળ હોલ સહિત સભાખંડ પણ આકાર પામશે..

અત્યારે ડીસા તાલુકા પંચાયત જર્જરિત હોવાથી અનેક અગવડો પડી રહે છે, પરંતુ નવી તાલુકા પંચાયત અધ્યાધુનિક અને સુવિધા સભર બનતા કચેરીમાં આવતા અરજદારોની સાથે સાથે અધિકારીઓની પણ અગવડતા દૂર થશે..

આ બાબતે તાલુકા પંચાયત પ્રમુખ જીજાબેન બોકરવાડીયાએ જણાવ્યું હતું કે, 30 મીએ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત થશે અને વિવિધ સુવિધા સાથે તાલૂકા પંચાયત કચેરી નવો આકાર પામશે..