જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, થોડા દિવસ અગાઉ રાજ ભારતીબાપુ દારૂ પીતા હોવાનો વીડિયો અને અન્ય કેટલાક ઓડિયો વાઇરલ થયા હતા, જેને લીધે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી રહી છે.જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું રાજ ભારતીબાપુએ પોતાના ખડિયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું છે. પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતાં લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર મળે એ પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ મામલે પોલીસે અત્યારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.થોડા દિવસ અગાઉ દારૂ પીતો વીડિયો સામે આવ્યો હતોમહત્ત્વનું છે કે રાજ ભારતીબાપુનો થોડા દિવસ અગાઉ વાઇરલ થયેલા વીડિયોમાં તેઓ દારૂ પીતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત તેમના કેટલાક ઓડિયો વાઇરલ થયા હતા, જેને લઇને સાધુ-સંતો અને ભક્તોમાં તેમના પ્રત્યે ઘૃણાનો ભાવ જોવા મળી રહ્યો હતો. એને કારણે ડિપ્રેશનમાં આવીને આજે રાજ ભારતીબાપુએ આ પગલું ભર્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan Election 2023: CM Gehlot ने खेला राजस्थानी कार्ड, PM Modi को याद दिलाया गुजराती वाला बयान
Rajasthan Election 2023: CM Gehlot ने खेला राजस्थानी कार्ड, PM Modi को याद दिलाया गुजराती वाला बयान
સાવરકુંડલા નાં વીજપડી 108 વિશે માહિતી આપવામાં આવી
સાવરકુંડલા નાં વીજપડી 108 વિશે માહિતી આપવામાં આવી
দুৰ্গা পূজাৰ পূৰ্বে চাহ শ্ৰমিকসকলক 20 শতাংশ বোনাচ মুকলাই দিয়াৰ দাবী জনালে আটছা নেতা বাবুল চাহুৱে
দুৰ্গা পূজাৰ পূৰ্বে চাহ শ্ৰমিকসকলক 20 শতাংশ বোনাচ মুকলাই দিয়াৰ দাবী জনালে আটছা নেতা বাবুল চাহুৱে
ছট্টীশগড় বিজেপিৰ নতুন মুৰব্বী অৰুণ সাভ
নতুন দিল্লী, ০৯ আগষ্ট। ছট্টীশগড় বিজেপিৰ নতুন মুৰব্বী হ'ল অৰুণ সাভ। মঙ্গলবাৰে ভাৰতীয় জনতা...