એક સામાન્ય કાર્યકર તરીકે જેને પોતાની કારકિર્દી ચાલુ કરી હોય અને હંમેશા સંઘર્ષનો માર્ગ જ પસંદ કરી આગળ વધ્યાં હોય તેવાં યુવા આગેવાન અને પાટણ માળી સમાજના પનોતાં પુત્ર ભાવિક રામી ગુજરાત માલી સમાજની મુખ્ય સંસ્થા ગુજરાત માલી ફેડરેશનના કાર્યકારી પ્રમુખ નીમાતા માલી સમાજ દ્વારા ઉત્સાહ અને આનંદ સાથે શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી.

નાની ઉંમરમાં આખા ગુજરાત માલી સમાજની જવાબદારી ટ્રસ્ટી મંડળ, સમાજના પ્રમુખ તથા સમાજના મોવડીઓ દ્વારા સોંપાતા મજબૂત નિર્ધાર સાથે આગળ વધવાની તથા ગુજરાત માલી સમાજને એક તાંતણે બાંધવાનો સંકલ્પ લીધો હતો અને સમાજના સાથ, સહકાર અને આશીર્વાદથી આગામી સમયમાં ગાંધીનગર મુકામે મોટી સંખ્યામાં ગુજરાત ભરમાંથી માલી સમાજ પધારી ગુજરાત માલી ફેડરેશનને મજબૂત સંગઠન સાથે આગળ વધારવા હાકલ કરી હતી તથા તેમને મહાત્મા જ્યોતિરાવ ફૂલે તથા સાવિત્રીબાઈ ફૂલેના સિદ્ધાંતો ઉપર ચાલી માળી સમાજને આગળ વધારવાની નેમ લીધી હતી.

આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, વેરહાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી, પ્રમુખ વિષ્ણુભાઈ રામી, ટ્રસ્ટી મોહનભાઈ રામી, બાલકૃષ્ણભાઈ મકવાણા, દિનેશભાઈ માલી, મહેન્દ્રભાઈ પરિહાર તથા આખા ગુજરાતમાંથી આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.