ડીસા (મેરૂજી પ્રજાપતિ)

હાલમાં ચીનમાં કોરોનાએ કહેર વર્તાવ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. ચીનની ૮૦ટકા વસ્તીને કોરોનાએ ભરડામાં લીધેલ છે. રોજના હજારો લોકો મૃત્યુને ભેટી રહ્યા છે. ત્યારે ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે જાતે વેકસીન લઈ લોકોને પ્રોત્સાહિત કરેલ છે. ભારત દેશ ૧૪૦ કરોડ જનસંખ્યા ધરાવે છે. જેમાં લગભગ તમામ નાગરિકો ને પ્રથમ અને બીજો ડોઝ આપી અને ૫૦ટકા બુસ્ટર ડોઝ પણ પૂર્ણ કરેલ છે.લગભગ સો કરોડ નાગરિકોને એક વેકસીન પાછળ રૂ. ૬૦૦ ખર્ચ ગણીએ તો કરોડો કરોડો ખર્ચી તંત્ર ને કામે લગાડી લાખો માનવ જીવન બચાવેલ છે. આવા મહાન કાર્ય મહામાનવ જ કરી શકે છે ત્યારે સભાનતા પૂર્વક ફર્જ અંગીકાર કરી બનાસકાંઠા વહીવટીય તંત્ર સજાગ રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં વધુ લોકો બુસ્ટર ડોઝ લે તેવા પ્રયત્નો પુર જોશ થી ચાલી રહ્યા છે. લોકો જાગૃત બની ડોઝ લે તે માનવ જીવન માટે કલ્યાણકારી હોય તમામે ડોઝ લેવો એ જીવનના હિત માં છે.

ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વેક્સિન લેનારા દર્દીઓનો મોટો આંક છે.અત્યાર સુધી જિલ્લામાં ૬૫.૧૮ લાખ લોકોએ વેક્સિન લીધી છે.જેમાં ૨૬.૧૭લાખ લોકોએ પ્રથમ ડોઝ જ્યારે ૨૭.૪૭લાખ લોકોએ બંને વેક્સિનના ડોઝ લીધા છે.૧.૩૦ લાખ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે. ૧૧.૪ લાખ લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે.જ્યારે હજુ જિલ્લામાં ૫૮% લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો બાકી છે.

ત્યારે આબાબતે બનાસકાંઠા વહીવટિય તંત્ર સજાગ બની. સોશિયલ મીડિયા તેમજ પ્રચાર માધ્યમો દ્વારા વિવિધ સેવાકીય ક્ષેત્રોમાં કામ કરતા મેડિકલ સ્ટાફ,પોલીસ,અને અન્ય કર્મચારીઓ ,વૃદ્ધો, તેમજ અશક્ત અને વિવિધ બીમારીઓથી પીડિત લોકો બૂસ્ટર ડોઝ લેવા આગળ આવે તેવી સતત અપીલ અને તે લગતું જાગૃતિ અભિયાન બનાસકાંઠા જિલ્લા રોગ નિયંત્રિત અધિકારી ડો.જીગ્નેશ હરિયાણી ચલાવી રહ્યા છે.અને વધુમાં વધુ લોકો બૂસ્ટર ડોઝ લે તેવા પ્રયત્નો પુર જોશથી કરી રહ્યા છે. ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા દરેકે દરેક નાગરિકે ડોઝ લેવો અનિવાર્ય છે.