વચગાળાના જામીન પરથી એક વર્ષથી નાસતા ફરતા કેદીને પકડી પાડતી અમરેલી એલ.બી.સી.

ધારી પોલીસ સ્ટેશનના ડબલ મર્ડર કેસમાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પરથી એક વર્ષથી નાસતા ફરતા કેદીને પકડી પાડતી અમરેલી એલ.બી.સી.

મહેશભાઇ મોહનભાઇ દવે રહે.ધારી , મધુવન સોસાયટી વાળાએ ફરીયાદી પ્રકાશભાઇ ભવાનીશંકર રવૈયા , રહે.ભાવનગર , દેસાઇનગર વાળાના બનેવી અશોકભાઈ તથા બહેન હર્ષાબેનને ફોન કરી હીસાબ કરવા ધારી બોલાવી , મીરા ગેસ્ટ હાઉસમાં અશોકભાઇને લોખંડની સાંકળ વડે ગળા ફાસો આપી મોત નિપજાવી , તેમજ હર્ષાબેનને તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવી ગુનો કરેલ હોય , જે અંગે પ્રકાશભાઇ ભવાનીશંકર રવૈયા , રહે.ભાવનગર , દેસાઇનગર વાળાએ ફરીયાદ જાહેર કરતા આરોપી મહેશભાઇ મોહનભાઇ દવે રહે.ધારી , મધુવન સોસાયટી વાળા વિરૂધ્ધ ધારી પોલીસ સ્ટેશન ફ . ગુ.ર.નં. ૧૪/૨૦૧૪ , ઇ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગઇ તા .૧૦ / ૦૩ / ૨૦૧૪ નાં રોજ ગુનો રજી . થયેલ , જે કેસમાં નામ.રાજુલા એડી . સેશન્સ કોર્ટ દ્વારા આરોપી મહેશભાઇ મોહનભાઇ દવેને કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા કરવામાં આવેલ . આરોપી મહેશભાઇ મોહનભાઇ દવે રહે.ધારી વાળો રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ હતો તે દરમ્યાન નામ.ગુજરાત હાઇકોર્ટમાંથી દિન -૩૧ વચગાળાની જામીન રજા મળતાં તે રજા ઉપર જેલમાંથી મુક્ત થયા બાદ તા .૨૬ / ૧૧ / ૨૧ ના રોજ રાજકોટ મધ્યાસ્થ જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે જેલમાં હાજર થયેલ નહીં અને ફરાર થઇ ગયેલ . આમ , પકડાયેલ આરોપી છેલ્લાં એક વર્ષથી નાસતો ફરતો હતો . ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ . જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા વચગાળાની જામીન રજા પરથી એક વર્ષથી વચગાળાની રજા પરથી નાસતા ફરતા પાકા કામના કેદીને આજ રોજ તા .૨૨ / ૦૧ / ૨૦૨૩ ના અમદાવાદ થી ઝડપી લઇ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપેલ છે . પકડાયેલ કેદીઃ મહેશભાઇ મોહનભાઇ દવે ઉં.વ .૫૯ , રહે . ધારી , સ્ટેશન પ્લોટ રોડ , તા.ધારી , જિ.અમરેલી હાલ રહે . અમદાવાદ , નવા નરોડા , શ્યામકુટીર એપાર્ટમેન્ટ , જિ.અમદાવાદ , આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવેચા તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ.સુખદેવભાઇ ગોંડલીયા તથા પો.કોન્સ . ભાવીનગીરી ગૌસ્વામી , શિવરાજભાઈ વાળા , નિકુલસિંહ રાઠોડ , તુષારભાઈ પાંચાણી , હરેશભાઈ કુંવરદાસ દ્વારા કરવામાં આવેલ છે .