ડીસાના આસેડા ગામમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતાં પોલીસે આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.

ડીસા તાલુકાના આસેડા ગામમાં તા. 10 ડિસેમ્બર 2022 ના રાત્રિના સમયે 11 વર્ષિય સગીરા તેના પરિવાર સાથે ઉંઘી હતી અને પેશાબ કરવા રાત્રે ઉભી થઇ હતી. ત્યારે આસેડા ગામનો વિક્રમ રેવાભાઇ વાઘેલા તેને બળજબરીથી ઉઠાવી જઇ ગામના જ એક ખેતરમાં લઇ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતની ફરિયાદ તા. 17/01/2023 ના રોજ ડીસા તાલુકા પોલીસ મથકે દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદ બાદ તાલુકા પી.આઇ. એસ. એમ. પટણીની ટીમે આરોપી વિક્રમને ઝડપવા તજવીજ હાથ ધરતાં તા. 20/01/2023 ના રોજ આરોપી વિક્રમ રેવાભાઇ વાઘેલાને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. ડીસા તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.