ગુજરાત ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પંચાયત વિભાગમાં સંવર્ગ-૩ની ૧૩,૦૬૮ જગ્યાઓ મિશન મોડ હેઠળ ભરવામાં આવશે. સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે નવા વર્ષમાં જ અનેક જાહેરાતો બહાર પડી શકે છે.આ સિવાય પોલીસ વિભાગમાં પણ ૧૦ હજારથી વધારેની ભરતી આવી શકે છે.સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે. એક લાખ મહિલાઓને પણ સરકારી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું.રાજ્યના ૩૩ જિલ્લા ૨૪૮ તાલુકા અને ૧૪,૫૬૦ ગ્રામ પંચાયતોની આવશ્યક એવી ૧૩,૦૬૮ જગ્યાઓ ભરવા માટે મુખ્યમંત્રીએ પણ લીલીઝંડી આપી દીધી છે.આગામી સમયમાં આ મામલે વિધિવત જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.સરકારી નોકરીઓની તૈયારી કરતા ઉમેદવારો માટે હવે સરકારી નોકરીનો ગોલ્ડન ચાન્સ આવી રહ્યો છે. રાજ્ય સરકાર ભરતીમાં કોઈ ગોટાળા થાય કે પેપરલીક થાય તે માટે પણ સજાગ બની ચૂકી છે અને પારદર્શિ ભરતી થાય તે માટે આગળ વધી રહી છે.