અંબાજી સમસ્ત બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા આયોજિત 9મી બ્રહ્મ એકતા ક્રિકેટ પ્રતિયોગિતા નું આજે સમાપન ,પાલનપુર ના ધારાસભ્ય અનિકેત ઠાકર ક્રિકેટ પ્રતિયોગીતા મા હાજરી આપી

અંબાજી ખાતે આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા આયોજિત એકતા ક્રિકેટર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 8 ટિમો ભાગ લીધો હતો. તારીખ 21 અને 22 જનવરી બે દિવસ સુધી ચાલતી આ ક્રિકેટ પ્રતિયોગિતા નુ આજે સમાપન થયું હતું.

બ્રહ્મ સમાજ એકતા ક્રિકેટ પ્રતિયોગીતા નું આજે સેમિફાઇનલ અને ફાઇનલ ટિમો વચ્ચે મુકાબલો થયો હતો. તો વિજેતા ટીમ ને 7100 રૂપયા અને ટ્રોફી ઇનામ સ્વરૂપ આપવામાં આવ્યું હતું .ત્યારે ઉપવિજેતા ટીમને 5100 રૂપયા અને ટ્રોફી ઇનામ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલતી આ ક્રિકેટ પ્રતિયોગીતા મા આજે પાલનપુર ના ધારાસભ્ય અનિકેત ઠાકરએ હાજરી આપી હતી તો ક્રિકેટ પ્રતિયોગીતા મા ભાગ લીધેલા ખેલાડીઓ નો ઉત્સાહ વધારયો હતો.