દાહોદ જિલ્લાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચી નાંખ્યો છે. દાહોદ જિલ્લાની ૦૬ એ ૦૬ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી લેતાં દાહોદના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. પ્રથમવાર દાહોદની ૦૬ વિધાનસભા બેઠક પર ભાજપે કબજાે જમાવતાં મોદી મેજીક કામ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયાં છે.
રિપોર્ટ -રાજ કાપડિયા
9879106469-દાહોદ
દાહોદ જિલ્લાની ૦૬ એ ૦૬ વિધાનસભા બેઠક ભાજપે કબજે કરતાં દાહોદ જિલ્લામાં ભાજપે ઈતિહાસના પન્ના પર પોતાની પાર્ટીને ડંગારી નાંખી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયાં છે. દાહોદ વિધાનસભામાં કનૈયાલાલ કિશોરીએ ૭૨,૬૬૦ મત મેળવી ૨૯,૨૩૫૦ની લીડથી ભવ્ય વિજય મેળવ્યો છે. ગરબાડા વિધાનસભા બેઠક પર મહેન્દ્રભાઈ ભાભોરએ ૫૫,૬૬૪ મત મેળવી ૨૫,૯૪૭ની લીડ મેળવી છે. ઝાલોદમાં મહેશભાઈ ભુરીયાએ ૬૯,૦૮૯ મત મેળવી ૨૮.૭૬૯ મતોથી લીડ મેળવી છે. ફતેપુરામાં રમેશભાઈ કટારાએ ૫૯,૫૮૧ મત મેળવી ૧૯,૫૩૧ની લીડ મળી છે. લીમખેડામાં શૈલેષભાઈ ભાભોરએ ૬૯,૪૧૭ મત મેળવી ૩૬૬૩ની લીડ મેળવી છે અને દેવગઢ બારીઆમાં બચુભાઈ ખાબડએ ૧,૧૦,૨૧૭ મતો મેળવી ૪૩,૧૩૬ની લીડ મેળવી ભવ્ય જીત મેળવી છે. આમ, દાહોદ જિલ્લામાં ૦૬ વિધાનસભા બેઠકો પર ભાજપે કબજાે કરી ભગવો લેહરાવી દીધો છે. જિલ્લામાં તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. ઢોલ, નગારા, ડી.જે.ના તાલે ઉમેદવારોની જીતને કાર્યકરો તેમજ લોકોએ વધાવી લીધી હતી.