દેશમાં સૌથી વધુ સમૃદ્ધ અને મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતની એક બાદ એક નગર પાલિકાઓ દેવાળું ફૂંકી રહી છે અને વિકાસનું ફૂલગુલાબી ચિત્ર ધીમે ધીમે ઓસરી રહ્યું છે.છેલ્લા 16 દિવસમાં જ ગુજરાતની 7 નગર પાલિકાઓ પોતાનું લાઈટ બિલ ભરી શકી નથી. શહેરના લોકોને પાણી વિતરણ કરાય છે તેવી મહત્વની અને પ્રાથમિક સુવિધા ગણાતા વોટર વર્કસ વિભાગનું લાઈટ બિલ પણ આ પાલિકાઓ ભરી શકી નથી.મતલબ કે,વાતો ભલે આત્મનિર્ભર ગુજરાતની કરવામાં આવતી હોય પરંતુ ભાજપ સહિતના પક્ષો શાસિત નગર પાલિકાઓ દેવાના ડુંગર નીચે દબાઈ ગઈ છે અને હવે લાઈટ બિલ ભરવાના પણ પૈસા ના હોવાથી ચૂંટણીમાં વિકાસની વાતો કરનારા પ્રજાના પ્રતિનિધિઓને હવે મોંઢું સંતાડવા માટે જગ્યા નથી મળી રહી.