કડી : સાંથલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને કડી બાવલું પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ત્રણેય ઇસમોને મેડા આદરજથી થોળ રોડ પરથી પકડી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો હતો.
મહેસાણા જિલ્લામાં ઘરફોડીયાઓના ગુનાનો ભેદ ઉકેલવા ના.પોલીસ અધિક્ષક આર.આઇ દેસાઇના સૂચના મુજબ પીએસઆઇ એ.એન.ચાવડાના માર્ગદર્શન મુજબ સાંથલ પોલીસના પીએસઆઇ બી.ડી.વાઘેલા, હેકો, વિક્રમસિંહ, સંજયકુમાર, ધવલસિંહ, વિજયસિંહ, લગધીરભાઇ, રઘુવીરસિંહ, અરજીતસિંહ તથા તરુણસિંહ સહિતનો સ્ટાફ પોલીસ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ધવલસિંહ તથા તરુણસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે, સાંથલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા IPCની કલમ 457,380, 114 મુજબના ઘરફોડ ચોરીના આરોપીઓએ મેડા આદરજથી થોળ જવાના રોડ પર ઉભા છે. જે બાતમીના આધારે બાવલું પોલીસનો સ્ટાફ થોળ જવાના રોડ પર પહોંચી થોળ રોડ પર ઉભેલા ત્રણ ઘરફોડીયાઓને કોર્ડન કરી ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા. જ્યારે આ પકડાયેલા ત્રણેય શખ્સોએ એકબીજાની મદદગારી કરી સાંથલ પોલીસમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાની કબુલાત કરતાં કડી બાવલું પોલીસે આ બાબતની સાંથલ પોલીસને જાણ કરી હતી.
ઝડપાયેલા આરોપીઓ
(1) સૈયદ અબ્બાસભાઇ મહંમંદભાઇ રહે. નંદાસણ, ડાંગરવા રોડ
(2) પ્રજાપતિ બાબુલાલ નારાયણલાલ રહે. નંદાસણ, સાલીવાડ
(3) કુમાવત સુખાલાલ ઉર્ફે કાલુ વેણીરામ રહે. નંદાસણ રોડ, સાલીવાડ