નવાબી ખંભાતે હલવાસન, સૂતરફેણી, પતંગ, અકીકની વિશ્વને ભેટ આપી છે.વિશ્વ ફલકે ખંભાતની પતંગો તો વખણાય જ છે.પરંતુ ખંભાતના અખાતીય વિસ્તારમાં ઉજવાતી દરિયાઈ ઉત્તરાયણમાં પણ રાજ્યભરના પતંગરસિયાઓ ખૂબ જ મોટી સંખ્યામાં આકર્ષાયા છે.૧૯૦ એકર દરિયાઈ પટ્ટીમાં ઉજવાતી ઉત્તરાયણમાં આભમાં પતંગરસિકોની ભરતી આવી છે.આભમાં પતંગોનો મેળો ભરાયો છે.એટલે જ તો ખંભાતની દરિયાઈ ઉત્તરાયણ અનોખો અનુભવ કરાવે છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દરિયાઈ ડંકા વિસ્તાર ગણાતા પટ્ટમાં વહેલી સવારથી પતંગરસિકો એકત્ર થવા લાગ્યા હતા.ઠેર ઠેર પતંગ રસિકોએ મન મુકીને મજા લૂંટી હતી.ઇતિહાસના જાણકાર ડૉ.બંકિમચંદ્ર વ્યાસ જણાવે છે કે, ખંભાતમાં ત્રણ ઉત્તરાયણ ઉજવાય છે.ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ, દરિયાઈ ઉત્તરાયણ.દરિયાઈ ઉત્તરાયણ એ ખંભાતની વિશિષ્ટતા છે. પહેલાના સમય પતંગ ઉત્પાદકો જ પતંગ ચગાવતા હતા.પરંતુ ત્યારબાદ આ ઉજવણીમાં અન્ય લોકો જોડાતા ઉત્સવ બની ગયો છે.ઉત્તરાયણ  પછીના પ્રથમ રવિવારે દરિયાઈ ઉત્તરાયણ ઉજવાય છે.

રાત સુધી ચાલતા આ પર્વમાં અંતે દરિયાલાલને પતંગને ઢીલ મૂકી પધરાવી દેવામાં આવે છે.જિલ્લા તેમજ રાજ્યભરમાંથી પતંગ ઉત્સવ મનાવવામાં ઉમટી પડ્યા હતા.ઠેર ઠેર ખાણી-પીણીની દુકાનો, લારીઓ સહિત મનોરંજનના સાધનો જોવા મળ્યા હતા.દૂર શહેરોમાંથી વહેલી સવારથી પ્રવાસીઓ લકઝરીમાં સવાર થઈ દરિયા કિનારે પધાર્યા હતા.ખાદ્ય સામગ્રી સાથે લઈને આવી પીકનીકની મજા માણી હતી.કાઇટ ફાઈટરોએ અલગ અલગ પ્રકારની પતંગો ચગાવીને આનંદ માણ્યો હતો.

(તસવીર : સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368