જુનાડીસા ગામે આધેડની રહસ્યમય હત્યા, ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ફરી ના નિવેદન હાજરી અને મજૂરી કરતા હતા એ જમીન સંબંધે અનેક તર્ક વિતર્ક વહેતા થયા..

૧૮ તારીખે મારનો ભોગ બનનાર ઠાકોર ઇસમ કોમામાં ગયેલ સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે ગતરોજ નિપજ્યું મોત..

( બ્યૂરો રિપોર્ટ જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા )             

ડીસા તાલુકાના જુનાડીસા ગામે સુરેશભાઇ માળી ના ખેતરમાં ભાગીયા તરીકે મજૂરી કરતા શ્રમજીવી શામલભાઈ બગાભાઈ મૂળ રહે ફોરણા તાલુકા દિયોદર ૧૮ જાન્યુઆરીએ કોઈ ઈસમો દ્વારા મારમારી ગમખ્વાર ઇજાઓ પહોંચાડેલ જેનું ગતરોજ સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે મોત નિપજવા પામેલ..

આ ચર્ચાસ્પદ બનાવ અંગે જાણવા મળ્યા પ્રમાણે ૧૮મી જાન્યુઆરીએ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા જીવલેણ માર મરતા ભોગ બનનાર શામળ ઠાકોર કોમામાં સરી પડેલ અને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડાયેલ ત્યારે આ બનાવની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ ઇસ્પેક્ટર શ્રી.એસ.એમ.પટણી એ ત્વરિત તપાસ હાથ ધરી મૃતકની પત્ની વિજયા બેનની ફરિયાદ ફ.ગુ.ર.નં. ૪૯/૨૦૨૩ આઈ.પી.સી. ૩૦૨ મુજબ નોંધી ત્વરિત તપાસ હાથ ધરેલ છે..

ચર્ચાસ્પદ હત્યા ના મામલે અનેક તર્ક વિતર્ક વહેતા થયેલ છે, જેમાં ફરિયાદી ના નિવેદનો અને બનાવ સમય ફરી ની હાજરી તેમજ જે સ્થળે ભાગીયા તરીકે મજૂરી કરતા એ જમીન પણ દબાણની હોવાની સાથે હત્યા નું રહસ્ય ઘેરૂ બનવા પામેલ છે..