નવનિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવી વિકાસગાથા માં સહભાગી બનવા કર્યો અનુરોધ શ્રી સંતો-મહંતોએ સમસ્યાઓ નો ઉકેલ લાવી પ્રજાભિમુખ કાર્યો કરવા પાઠવ્યા શુભેચ્છા સહ આશીર્વાદ.

 નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓએ મહંતશ્રી પ.પૂ. રાજેન્દ્રાનંદગિરી દ્વારા રાષ્ટ્રધર્મને ઉજાગર હેતુ યોજાતા કાર્યક્રમોની સરાહના કરી આનંદની લાગણી કરી વ્યક્ત

                   (મેરૂજી પ્રજાપતિ) 

 મહંતશ્રી રાજેન્દ્રાનંદગિરી/ ગુરૂ કલ્યાણાનંદગિરી. સંગઠન મંત્રી અખિલભારતીય સંતસેવાસમિતિ ઉ.ગુજરાત(મહંતશ્રી વિજય હનુમાન સન્યાસ આશ્રમ પાટણ)ની પ્રેરણાથી૨૧મી જાન્યુઆરી સાંજે ૬કલાકે પાલનપુર આનંદધામ ખાતે રાષ્ટ્રીય વિચારને વરેલ બ.કાંના સંસદ,ધારાસભ્યશ્રીઓનો સન્માન સમારોહ યોજાયેલ. 

કાર્યક્રમમાં માન.શ્રીદિનેશભાઇ અનાવડીયા સાંસદ રાજ્યસભા,માન.શ્રી કેશાજી ચૌહાણ ધારાસભ્યશ્રી દિયોદર, માન.શ્રી અનિકેતભાઈ.ઠાકર ધારાસભ્યશ્રી પાલનપુર,માન.શ્રી માવજીભાઈદેસાઈ ધારાસભ્યશ્રી ધાનેરા.શ્રી સવસીભાઈચૌધરી ચેરમેનશ્રી બનાસબેંક ઉપસ્થિત રહેલ.ઉપસ્થિત રાષ્ટ્રીય વિચારધારાને વરેલ પ્રતિનિધીશ્રીઓને હિન્દુસેના અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા સન્માનિત કરાયેલ.  

 શ્રી બ.કાં. ષડદર્શન વિરક્તસેવા મંડળના અધ્યક્ષ મહામંડલેશ્વર પ.પૂ.હરદેવપુરીજી (બાલરામ મહાદેવ જસપુરીયા) મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં અખિલભારતીય સંત સેવાસમિતિના સંયોજક શ્રીઅરવિદભાઈ બ્રહ્મભટ્ટ, પ.પૂ.યતિવર્યશ્રી વિજય સોમજી મહારાજ સાહેબ, અખિલભારતીય સંત સેવાસમિતિ બ.કાં. અધ્યક્ષ પ.પૂ.દયાળપુરી મહારાજ,વિજયહનુમાન પાલનપુરના મહંતશ્રી પ.પૂ. રામેશ્વરદાસજી મહારાજ,પૂ. શાસ્ત્રીશ્રી બાલકૃષ્ણ ત્રિવેદી,પૂ.દામોદરદાસજી મહારાજ વિગેરે સંત- મહંતશ્રીઓએ રાષ્ટ્રીય વિચારધારાને વરેલ લોકપ્રતિનિધિઓનો જોશ,જોમ,જુસ્સો જળવાઈ રહે તેમાટે પ્રાસંગિક પ્રવચનો કરેલ. આ પ્રસંગે નવનિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવી વિકાસગાથા માં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.અને સમસ્યાઓ નો ઉકેલ લાવી પ્રજાભિમુખ કાર્યો કરવા આશીર્વાદ પાઠવેલ.આ પ્રસંગે નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓએ મહંતશ્રી પ.પૂ. રાજેન્દ્રાનંદગિરી બાપુ દ્વારા રાષ્ટ્રધર્મને ઉજાગર હેતુ યોજાતા કાર્યક્રમોની સરાહના કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

 આનંદધામ ખાતે રાષ્ટ્રધર્મ ઉજાગર હેતુ યોજાયેલ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી મુકેશભાઈ જોષી, શ્રી પ્રલયભાઈ જોષી આનંદ ધામ પરિવાર અને હિન્દૂ ધર્મસેના બ.કાં.નાઅધ્યક્ષ અશોક પંડિત અને હિન્દુસેના બ.કાં. એ જહેમત ઉઠાવેલ.સ્ટેજ સંચાલન સુમધુર શબ્દપુષ્પો શ્રી અશોક ત્રિવેદી (પાટણ ) એ પાથરેલ.