ડીસા માં થી પર પ્રાંતિય ગાડી ચોર ઝડપાયો, 4.50 લાખની ગાડી કબ્જે કરી, અન્ય ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટેના પ્રયાસો હાથ ધર્યા..
ડીસા માંથી જિલ્લા એલ.સી.બી. ની ટીમે ઇકો ગાડી ચોરી ને ભાગતા પર પ્રાંતીય શખ્સને ઝડપી પાડ્યો છે, ગાડી સહિત 4.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગાડી ચોર ની અટકાયત કરી ડીસા શહેર દક્ષિણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે..
બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી. ની ટીમ ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે સમયે હવાઈ પીલ્લર પાસે એક શંકાસ્પદ ઈકો ગાડી હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી પોલીસ ને ત્યાં પહોંચતા જોઈ ઇકો ચાલક ગાડી લઈ ત્યાંથી ભાગ્યો હતો..
પોલીસે પણ તેનો પીછો કરી ઉભો રાખી પૂછ પરછ કરતા તે ઇકો ગાડી ડીસા ની એસ.સી. ડબ્લ્યુ હાઈસ્કૂલ વિસ્તાર માંથી 10 દિવસ અગાઉ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું..
જેથી પોલીસે 4.50 લાખ રૂપિયાની કિંમતની ઇકો ગાડી કબ્જે લીધી હતી અને પર પ્રાંતીય ગાડી ચોર અને ઉદેપુરના લૂંક ગામના વિકેશ પારગીની અટકાયત કરી ડીસા શહેર દક્ષિણ પોલીસ ને સોપ્યો હતો..
પોલીસે અત્યારે ગાડી ચોર ને ઝડપી અન્ય ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે ના પ્રયાસો હાથ ધર્યા છે..