ખંભાત તાલુકાના ઉંદેલ ખાતે ૩ કરોડ ૫૦ લાખના ખર્ચે ભવ્ય સામુહિક આરોગ્ય કેન્દ્ર નિર્માણ કરવામાં આવ્યું હતું.જેને ૧ વર્ષ ઉપરાંતનો સમય થયા છતાંય હજી સુધી સિઝેરિયનની સાધન સામગ્રી ઉપલબ્ધ ન હોવાથી ૨૫ થી ૩૦ જેટલા ગ્રામ્ય વિસ્તારોના સગર્ભા મહિલાઓને ખાનગી હોસ્પિટલોમાં ન છૂટકે મોટા ખર્ચા કરી પ્રસુતિ કરાવવી પડે છે.જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક પરિસ્થિતિ સામનો કરવો પડે છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નોંધનીય છે કે, પૂર્વ ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન ૩ કરોડ ૫૦ લાખના ખર્ચ બનાવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર-ઉંદેલ ૧ વર્ષ બાદ પણ શોભાના ગાંઠિયા સમાં બની રહેવા પામ્યું છે.કારણ કે, સદર હોસ્પિટલમાં ૩ ડાયાલીસીસ મશીનમાંથી ૨ મશીનો આજે પણ બંધ હાલતમાં છે.કોન્ટ્રાકટરો તેમજ PIUની નબળી કામગીરીને કારણે હોસ્પિટલની સેવાઓ જોખમાઇ છે.૪ ડૉકટરોની ભરતી મંજૂર છે તેમ છતાય ડોકટરો નિયમિત નથી.માત્ર ઓપીડીની સેવાઓ મળી છે.જો કે જૂની હોસ્પિટલમાં દર માસે ૪૦ થી ૫૦ પ્રસુતિ થતી હતી.પરંતુ નવીમાં સાધન સામગ્રી ઉપલબ્ધ ન હોવાથી ડીલીવરી થતી નથી.

આ સમગ્ર છબરડો જાગૃત ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેતા બહાર આવ્યો છે.ડોકટરની અનિયમિતતા, સાધન-સામગ્રીની અછત, ઇલેક્ટ્રિસીટી, ડાયાલિસીસ મશીન, દર્દીઓની સારવાર સહિતના મહત્વના મુદાઓને લઈને ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે રજુઆત કરી છે.જાગૃત સરપંચ નવીનભાઈ સોલંકી દ્વારા પણ વારંવાર રજુઆત કરાઈ હતી.હવે જોવું રહ્યું કે, ઉંદેલ સામુહિક કેન્દ્રમાં સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાય છે કેમ ! 

(સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368