જો તમે પણ તેમાંથી એક છો જે સોશ્યલ મીડિયાનો અઢળક ઉપયોગ કરો છો કે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તો તમારે કેન્દ્ર સરકારના નવા સોશ્યલ મીડિયા નિયમો વિશે જાણી લેવું જોઈએ, જો તમે અ નિયમથી અજાણ રહેશો કે આ નિયમનો ભંગ કરશો તો તમને 50 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વતંત્ર મીડિયા તરીકે ઘણા સોશ્યલ મીડિયા સ્ટાર્સ અને રિપોર્ટર્સની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે અને આ સોશ્યલ મીડિયા સ્ટાર્સ તેના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ પર સારી સંખ્યામાં ફોલોઅર્સ રાખે છે અને આ ફોલોઅર્સની મદદથી તેઓ પેઇડ કન્ટેન્ટને પ્રમોટ કરવાનું કામ કરે છે અને અ બધા પર હવે લગામ લગાવવા માટે સરકાર નવા નિયમો બહાર પડ્યા છે.