ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પત્ની સાથે શીલજમાં વોટિંગ કર્યુ હતું.

શીલજમાં મતદાન કર્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી લીધા બાદ ત્યાં હાજર રહેલા લોકોને મતદાન કરવામાં કોઈ રહી ના જાય તેવી અપીલ પણ કરી