રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ - ૧ અને ધાતરવડી ડેમ - ૨ અને રાયડી ડેમ ભરવા માટે સૌની યોજના નુ સફળ ટેસ્ટીગ થતા 

સમગ્ર રાજુલા શહેર અને તાલુકા ના ખેડૂતો તેમજ નગરજનો માટે દિવાળી જેવો દિવસ.. 

ગુજરાત_ભાજપ_સરકાર સૌની_યોજના

નું આજ રોજ સફળતા પૂર્વક નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું.. હવે થી ક્યારે પણ આપણાં વિસ્તાર માં પાણી ની સમસ્યા સર્જાશે નહીં.. 

ગુજરાત ના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે છે તેવી લોકો ની જીવાદોરી સમાન "સૌની યોજના " ની લિંક ૨, ફેસ ૭ મા રાજુલા વિસ્તાર ના જીવા દોરી સમાન ધાતરવાડી ૧ - ૨, રાયડી જેવા જળાશયો આવેલા છે તેનો સમાવેશ આ યોજના મા કરવામાં આવ્યો છે ત્યારે તેની નીચે આવતી નહેર, નદીઓ નો સમાવેશ કરવામાં આવે જેથી લોકો ને પીવા ના પાણીની સમસ્યા, ઢોર ઢાંઢર ને પાણી મળી રહે તે માટે થઈ અને લોકો ની અવાર નવાર રજૂઆતો વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ ના પ્રતિનિધિ શ્રી હીરાભાઈ સોલંકી ની આગળ આવી હતી.. જેથી સરકાર મા રજૂઆત કરતા પ્રશ્ન ને વાચા આપી નવ (૯) અલગ અલગ જગ્યા પર પાણી છોડી શકાય તેવી ચેમ્બરો લગાવવામાં આવી છે જેમાં બાબારિયાધાર, ખેરાળી, વાવેરા, ધારેશ્વર, આગરિયા, કોટડી, કાતર જેવા ગામો મા આવેલી નદીઓ અને નહેર મા પણ પાણી છોડવામાં આવશે જેથી તેની નીચે આવતા ગામો મા ખૂબ જ ફાયદો થશે તેમજ પાણી ની સમસ્યા આવનારા ભવિષ્યમાં ક્યારેય આપણા વિસ્તાર મા નહીં સર્જાય એ સ્પષ્ટ પણે કહી શકાય...

જ્યારે સરકાર દ્વારા આવી સરસ યોજના જન હિતાર્થે જન - જન સુધી પહોંચાડવા તત્પર હોય ત્યારે ભાજપ સરકાર ના વાહકો ભાજપ ના કાર્યકર્તા ઓ ની પણ વિશેષ જવાબદારી બનતી હોય છે ત્યારે આજે ભાજપ ના આગેવાનો જીગ્નેશભાઈ પટેલ, પીઠાભાઈ નકુમ, હરસુરભાઈ લાખનોત્રા, સહિત ના કાર્યકર્તા દ્વારા આજ રોજ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું..