મેરીકાના ડો.જેમ અબ્રાહમે કહ્યું કે જ્યારે આ ટેક્નિક્સ કેન્સરની દેખભાળમાં ક્રાંતિકારી ફેરફારો લાવશે તો આપણે તેને લાખો લોકો માટે કેવી રીતે સસ્તી અને સુલભ બનાવીએ એ ભારતની સામે સૌથી મોટો પડકાર છે. કેન્સર રોગ વિશેષજ્ઞએ ચેતવતા કહ્યું કે વૈશ્વિકરણ,વધતી અર્થવ્યવસ્થા,વસ્તી અને બદલાતી જીવનશૈલીના કારણે ભારત કેન્સર જેવી ગંભીર બીમારીઓની સુનામીનો સામનો કરી શકે છે.આંતરરાષ્ટ્રીય એજન્સીઓના અનુમાન મુજબ ડેમોગ્રાફિક ચેન્જના કારણે 2040માં દુનિયાભરમાં કેન્સર રોગીઓની સંખ્યા 2.84 કરોડ થવાની આશંકા છે.જે 2020ની સરખામણીમાં 47 ટકા વધુ હશે.આ સંખ્યા વૈશ્વિકરણ અને વધતી અર્થવ્યવસ્થા સંલગ્ન જોખમી કારકોમાં વૃદ્ધિથી વધી શકે છે.વર્ષ 2020માં દુનિયાભરમાં અંદાજિત કેન્સરના 1.93 કરોડ નવા કેસ સામે આવ્યા અને લગભગ એક કરોડ લોકોના મોત કેન્સરથી થયા.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |