મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકામાં આવતા બોકરવાડા ગ્રામ પંચાયતના ચાર્જમાં રહેલ તલાટી કમ મંત્રી આકારણીમાં નામ કમી કરાવવા મામલે 6 હજારની લાંચ લેતા ACBએ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લામાં ACBએ છેલ્લા અઠવાડિયામાં લાંચિયા કર્મચારીઓને ઝડપી લેવા કમર કસી છે.ત્યારે વધુ એક લાંચ લેતો તલાટી ઝડપાયો છે.મહેસાણા જિલ્લામા આવેલા વિસનગર તાલુકાના બોકરવાડાં ગ્રામ પંચાયતમાં ચાર્જમાં રહેલ તમાટી કમ મંત્રી રાજેશ કુમાર વ્રજલાલ શાહ પાસે એક અરજદાર પોતાનો પ્લોટ વેચાણ કરેલ હોય જે પ્લોટ જેતે મલિકના નામે કરવા અને આકારણીમાંથી અરજદારને પોતાનું નામ કમી કરાવવા માટે તલાટીને વાત કરી હતી. જે કામ કરી આપવા બદલ તલાટી કમ મંત્રીએ અરજદાર પાસે રૂપિયા 6 હજારની લાંચ માંગી હતી
સમગ્ર મામલે અરજદાર તલાટીને લાંચ આપવા માંગતો નહોતો જેથી તેણે ACB ને સમગ્ર મામલે જાણ કરતા ACB એ લાંચિયા તલાટી ને ઝડપવા છટકું ગોઠવ્યું હતું. બાદમાં તલાટી બોકરવાડાં ગ્રામપંચાયત ખાતે અરજદાર પાસેથી 6 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો.