શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત વધુ 7 જિલ્લાના કડિયાનાકા પર તા. 20થી 30 જાન્યુઆરી દરમિયાન ભોજન કેન્દ્રો શરૂ કરાશે...
અભિલાષા કડિયાનાકા વડોદરા, રામનગર કડિયાનાકા સુરત, રૈયા ચોક કડિયાનાકા રાજકોટ, GIDC-વાપી, વલસાડ, ડાયમંડ ચોક કડિયાનાકા નવસારી, સિદ્ધપુર મહેસાણા અને પાટણ જિલ્લાના કડિયાનાકા પર બાંધકામ શ્રમિકોને માત્ર 5 રૂપિયાના ટોકન દરે પૌષ્ટિક ભોજન પીરસવામાં આવશે.
(ફાઇલ ફોટો)