મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાહન વ્યવહાર તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની વેબસાઈટ ગાંધીનગરથી લોન્ચ કરી...
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટેની "સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન" રિલોન્ચ કરતાં જણાવ્યું કે, રોડ સેફટી - માર્ગ સુરક્ષા માટે વડાપ્રધાનશ્રીએ આપેલા કોન્સેપ્ટ 4E - એન્ફોર્સમેન્ટ ઓફ લૉ, એન્જિયરિંગ ઓફ રોડ, ઇમરજન્સી કેર અને એજ્યુકેશન'નું અનુપાલન ખૂબ જરૂરી છે...