ખંભાત તાલુકાના નગરા ખાતે છેલ્લા એક અઠવાડિયાથી પાણીની સમસ્યા સર્જાવાના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે.ખેતી અને પશુપાલન પર આધારિત તેમજ નોકરિયાત વર્ગને પાણી ન આવતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ગ્રામજનો પાસેથી મળતી માહિતીનુસાર, છેલ્લા એક અઠવાડિયાથી નળમાં પાણી આવતું ન હોવાથી ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ગ્રામ પંચાયતમાંથી મોટર બળી ગઈ હોવાના પ્રત્યુત્તર મળી રહ્યા છે.નોંધનીય છે કે,મોટર બળી ગયાના અઠવાડિયા જેટલો સમય પસાર થયા છતાંય રીપેરીંગ કામ હાથ ધરાતું નથી.જેને કારણે નગરાના વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બની છે.ગૃહિણીઓને ઘરના કામકાજ કરવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.એટલું જ નહીં ઘરમાં કંકાશના પ્રશ્નો પણ સર્જાયા છે.પશુઓને પાણી પણ સમસ્યા સર્જાય છે.તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યાનું નિવારણ થાય તેવી માંગ ઉગ્ર બની છે.