આજે અંબાજી ખાતે આવેલા સ્ટોન આર્ટિજન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ માં શિલ્પ સંગમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં દસ દેશોના 12 જેટલા શિલ્પકારો આ શિલ્પ સંગમ મા ભાગ લીધો હતો તો સાથે સાથે દેશભરમાંથી પણ શિલ્પકારો જોડાયા હતા. 20 દિવસ સુધી ચાલનાર શિલ્પ સંગમ નું આજે શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠાના કલેકટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્પપ્નિલ ખેર હાજર રહ્યા હતા. 20 દિવસ સુધી ચાલનાર શિલ્પ સંગમ મા આવેલા દસ દેશોના શિલ્પકારો દ્વારા વિવિધ પ્રકારના શિલ્પકુર્તિ તૈયાર કરશે. ગુજરાત મા યાત્રાધામ અંબાજી એકમાત્ર આર એસ પથ્થરનું સ્થાન પ્રખ્યાત છે. શિલ્પકારો દ્વારા આ પથ્થર પર પોતાની કલાકૃતિ રજૂ કરી દેશ દુનિયામાં ખ્યાતિ મેળવશે. દેશ દુનિયાથી આવેલા શિલ્પકારો દ્વારા પ્રસ્તુત કરેલી શિલ્પકુર્તિ ને યાત્રાધામ અંબાજીના વિવિધ સ્થાને રાખવામાં આવશે. જેથી યાત્રાધામ અંબાજી ખાતે આવેલા તમામ દર્શનાર્થીઓ અને યાત્રાલુઓ એક સેલ્ફી પોઇન્ટ તરીકે નિહારશે. ગુજરાત સરકાર અને sapti દ્વારા શિલ્પ સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે.