મહિસાગર જિલ્લા ના બાલાસિનોર પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં બાલાસિનોર -અમદાવાદ હાઇવેપર બાઇક ચાલકોને ઉભા રાખીને બાઇકના કાગળ માંગી તેમની પાસે થી 11000/- પડાવનાર નકલી પોલીસ ને ઝડપી પાડી બાલાસિનોર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહીતી મુજબ ફરીયાદી પોતાના મોટર વહીકલ નં GJ27DD 4838 અમદાવાદ થી દાહોદ તરફ જતો હતો તે સમયે એક કાર સવાર દ્વારા પોતાની સફેદ કાર GJ 07DB 9466 માથી ઉતરી ને લાઇસન્સ માગેલ લાઇસન્સ ન હોવાથી આરોપી દ્વારા અંગજડતી કરી બર જબરી પૂર્વ 7000 /- અને તેમની સાથે બાઇક સવાર પાસેથી 4000/- રૂપિયા લઈ ને ગાડીમાં બેસી ફરાર થ ઇ ગયેલ જેથી બાલાસિનોર પોલીસ સ્ટેશન ને ફરીયાદ નોધાવતા પોલીસ દ્વારા ચક્કોગતીમાન કરીને આરોપીને ઝડપી પાડેલ અને આગળની કાર્યવાહી માટે બાલાસિનોર કોર્ટ માં રજૂકરેલ.