ઉત્તર ભારતના અનેક રાજ્યો કાતિલ ઠંડીને પગલે હાલના દિવસોમાં ગુજરાત પણ ઠુંઠવાઈ રહ્યું છે.છેલ્લા ચાર-પાંચ દિવસોથી વહેતા ઉત્તર-પૂર્વીય પવનના પગલે ગુજરાતના પણ મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં કમી આવી છે,જેના કારણે ઠંડીનું જોર વધ્યું છે.બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 24 જાન્યુઆરી બાદ કાતિલ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે.ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા પંથકમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જવાની શક્યતા રહેશે.આ ઠંડીથી પશુધનને સાચવવાનું રહેશે.આ સાથે જ રાતના સમયે હીમ પડવાની પણ શક્યતા રહેશે.
ગુજરાતમાં કહેર વર્તાવતી ઠંડીનો દોર આવી રહ્યો છે,ઉભા પાકમાં હિમ પડવાની શક્યતા;અંબાલાલ પટેલે ખેડૂતોને સાવધ કર્યાં.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/01/nerity_d577b3a8e590e65c5ff8317de9faa11d.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)