બેવટા ગામ ની ધન્ય ધરા મા અને દેવોના દેવ મહાદેવ ભગવાન ના પવિત્ર શ્રાવણ માસ ના પાવન દિવસે અને બેવટા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શ્રીમાન જબ્બર સિંહ ભેરજી ના ઘરે આજે રામદેવપીરના ભગત શ્રી કચ્છના માધુપુરા ગામના વતની ત્રિવેદી મુદલ ભાઈ અને લુવાણા ગામ ના વતની અને ગૌ ભક્ત અને હનુમાનજીના ઉપાસક નરસી એચ દવે અને શાસ્ત્રી વિષ્ણુભાઈ એમ દવે અને બ્રાહ્મણ નો આગમન થયું અને સરપંચ શ્રી જબ્બર સિંહ ભેરજી બા ના સમસ્ત પરિવાર દ્વારા રામદેવપીર ના ભગત અને બ્રાહ્મણોનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અને મંત્ર ઉચ્ચાર સાથે અને માન-સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યો અને બ્રાહ્મણો અને રામદેવપીરના ભગત અને બ્રાહ્મણ ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પોતાના ઘરે રામદેવપીરના ભગત કુમકુમ ના પગલા પાડ્યા હતા અને રામદેવપીર ભગત રામદેવપીર ઉપર અતુટ વિશ્વાસ અને શ્રદ્ધા છે અને હાલ દ્વારકા થી કોણી પર ચાલતા રાજસ્થાનના રામદેવપીર ના જન્મ સ્થળ હુડુ કાશ્મીર જઈ રહ્યા છે જેઓ થરાદ તાલુકાના બેવટા ગામે સુધી પહોંચ્યા છે એમની સાથે લુવાણા કળશ ગામના વતની નરસી એચ દવે પણ બાપજી ના સાથે જોડાયા છે અને આજે રામદેવપીરના ભગત અને બ્રાહ્મણોનો બેવટા ની ધરતી આગમન થયું ત્યારે બેવટા ગામ ના સરપંચ શ્રી જબ્બર સિંહ ના ઘરે પધારવા માટે બાપજીની આમંત્રણ આપવામાં આવ્યું આમંત્રણને માન આપી બાપજી તેમજ બ્રાહ્મણ જબ્બર સિંહ સરપંચ ઘરે વાજતે ગાજતે ઢોલ નગારા તેમજ પુષ્પવર્ષા કરવામાં આવી શાસ્ત્રો અનુસાર મંત્ર ઉચ્ચાર સહિત સ્વાગત કરવામાં આવ્યું અને અને રાત્રે જાગરણ અને રામદેવપીરની મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ સનાતન ધર્મ પ્રેમી અને શિવભક્ત અને રામદેવપીરના ભક્તો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી અને બેવટા ગામના સરપંચ શ્રી જબ્બર સિંહ ભેરજી બા ના સમસ્ત પરિવાર ને બ્રાહ્મણો અને રામદેવપીર ના ભગત આશીર્વાદ આપ્યા હતા અને સર્વ ભક્તોએ રામદેવપીર નો મહા પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને તમામ બેવટા નગરજનો એ રામદેવપીર ના ભગત ની સેવાની કોટી કોટી વંદન કરી તમામ ગ્રામજનોએ આશીર્વાદ લીધા હતા અને પછી રામદેવપીરની જય ઘોષ સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને બ્રાહ્મણોએ પણ મંત્ર ઉચ્ચાર સાથે મંત્રો દ્વારા સરપંચ શ્રી જબ્બર સિંહ ના સમસ્ત પરિવાર ને આશીર્વાદ આપ્યા હતા અને રામદેવપીર ના ભગત જેવો પાછલા 26 વર્ષથી રામદેવપીરના સેવા નામનો એક ભેખ ધારણ કરી રામદેવપીરની સેવા અને અતુટ તપસ્યા કરી રહ્યા છે આ તપસ્યાને લાખ લાખ વંદન છે અને તમામ ગ્રામજનોએ રામદેવપીરના ભગત ના અને બ્રાહ્મણોના ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પછી પોતપોતાના ઘરે રામદેવપીરના ગુણ ગાતા ગયા હતા અને બ્રાહ્મણો ની પણ જય ઘોષ સાથે બ્રાહ્મણ ની પણ જય બોલાવી હતી

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી