ભાલપંથકમાં આવેલી દહેડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ રમત ગમત, શૈક્ષણિક પ્રવૃતિઓ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મોખરે રહ્યા છે.ભાલના ગ્રામ્ય વિસ્તાર દહેડામાં આચાર્યના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ રોનક વધારી છે.જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મુલાકાત નિરીક્ષણ કરી શાળાની શૈક્ષણિક કામગીરીને વખાણી છે.આજ રોજ ખંભાત તાલુકા વિકાસ અધિકારી ચૌધરીએ દહેડા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત કરી હતી.

આ અંગે તાલુકા વિકાસ અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાલ પંથકની દહેડા પ્રાથમિક શાળાની મુલાકાત કરી હતી.મુલાકાત કરતા વર્ગખંડમાં શિક્ષણ કાર્ય યોગ્ય રીતે કરાવવામાં આવી રહ્યું હતું.શિક્ષકો દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ શિક્ષણ આપવામા આવે છે.શાળાની ભૌતિક સુવિધા, તેમજ ભૌતિક વસ્તુઓની જાળવણી કરાય છે.શાળા કેમ્પસ બાગ-બગીચાયુક્ત જોવા મળ્યું છે.શિક્ષણની સાથે શિસ્ત, સંસ્કાર, સલામતી સહિત માનવીય મૂલ્યોનું સિંચન કરાય છે.શાળાના આચાર્ય, શિક્ષકો દ્વારા સુંદર કામગીરી કરાઈ રહી છે.