ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લાના ડમ્પર માલિકોએ એસોસિયેશન બનાવી ઓવરલોડ પર પાબંધી મૂકતો ઐતિહાસિક નિર્ણય લીધો છે. રોડ રસ્તા ખરાબ ન થાય, અકસ્માતો ઘટે અને સરકારની તિજોરીને પણ નુકસાન થાય તે માટે તમામ ડમ્પર માલિકોએ સ્વેચ્છાએ નિર્ણય લીધો છે.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક વખત ઓવરલોડ ડમ્પરોને લઈને બુમરાડ થતી હતી. અવારનવાર ડમ્પર પકડાતા લાખોનો દંડ ભરવો પડતો હતો. ખાણ ખનીજ વિભાગના તોતિંગ દંડના કારણે ડમ્પર માલિકને પણ મોટુ નુકસાન ભોગવવું પડતું હતું. ત્યારે ડીસા ખાતે જિલ્લાના ડમ્પર માલિકોની બેઠક મળી હતી. જેમાં એસોસિએશન બનાવી તમામ ડમ્પર રોયલ્ટી પાસ પ્રમાણે ભરવા નિર્ણય કર્યો હતો.

ઓવરલોડ ડમ્પર ભરવાના કારણે વારંવાર રસ્તાઓ ન તૂટી જાય અકસ્માતોનું પ્રમાણ ઘટે અને સરકારની તિજોરીને પણ નુકસાન ન થાય તે હેતુથી ડમ્પર માલિકો દ્વારા ડમ્પર ભરવા પર પાબંધી મુકતો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ કેટલાક ટ્રાન્સપોર્ટના માલિકો ઓવરલોડ ડમ્પર ભરીને બેફામ ચાલે છે. તે લોકોની સામે કડક કાર્યવાહી કરવા પણ જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર આપ્યું હતું. જો તંત્ર દ્વારા ઓવરલોડ ભરીને ચાલતા વાહન ચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો જિલ્લાના તમામ ડમ્પર માલિકો ધરણા પર બેસી વિરોધ દર્શાવશે તેમ પણ જણાવ્યું હતું.