33 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2023 અંતર્ગત બનાસકાંઠા જીલ્લા પોલીસ અધીક્ષક અક્ષયરાજ મકવાણા, તથા ડીસા નાયબ પોલીસ અધીક્ષક કુશલ ઓઝા ની રાહબરી હેઠળ જીલ્લા ટ્રાફિક શાખા અને ડીસા સીટી ટ્રાફિક પીએસઆઇ જે જી સોલંકી તથા ટ્રાફિક સ્ટાફ સાથે હેલ્મેટ વગરના લોકોને તથા સીટબેલ વગરના લોકોને જાગૃતતા લાવવા માટે વાહન ચાલકોને પુષ્પ આપી ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવામાં આવ્યા તેમજ ભારે વાહનોને રીફેકટર્સ તેમજ રેડિયમ પટ્ટી લગાવવામાં આવી