બનાસકાંઠામાં પાલનપુરના વાધણા ગામે ફૂડ પોઈઝનીંગના કારણે એક જ પશુપાલકના 20 થી વધુ પશુઓના મોત નિપજતા પશુપાલક ઉપર આભ ફાટવા જેવી સ્થીતી સર્જાઈ હતી. બ્યૂરો અહેવાલ દ્વારા પ્રાપ્ત વિગત અનુશાર વડેચી ગામમાં રહેતા મોતીભાઈ રબારી અને તેમના ચારભાઈઓ પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે અંદાજિત 50 થી 60 પશુઓ હતા. પોતાના પશુઓને ચરાવવા માટે આસપાસના ગામોમાં લઈ જતા હોય છે. ગઈકાલે સાંજે તેઓ વાધણા ગામે પશુને ચરાવવા માટે લઈ ગયા હતા અને ગાયોને ઘાંસચારો ખવરાવ્યો હતો. ત્યાર પછી મોડી રાત્રે અચાનક પશુઓ તરફડીને ઢળી પડ્યા હતા. પોતાના પશુઓની સ્થિતિ જોઈ તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો. અને તાત્કાલિક સ્થઆનિક પશુ ડોકટરને બોલાવ્યા હતા. ઘટનાસ્થળ પર પહોંચેલા પશુ ડોકટરની તપાસમાં પશુઓને ફૂડ પોઈઝનીંગ થયાનુંસામે આવ્યું હતું. ત્યાર પછીપશુ ડોકટર દ્વારા તુંરત સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ , સારવાર શરૂ કરે ત્યાં સુઉશર ધીમાં 20 જેટલા પશુઓના મોત નિપજી ચૂક્યા હતા. એક જ પશુપાલકને 20 જેટલા પશુઓના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું હતું.