વ્રજ 02 સોસાયટી ખાતે આવેલા ગેસ્ટ હાઉસ ના મેનેજર વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કરતી ગરૂડેશ્વર પોલીસ

મળતી માહિતી અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા તરફ થી હોટલ તથા ગેસ્ટ હાઉસ ખાતે રજીસ્ટર નિભાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય જે અનુસંધાને ગરુડેશ્વર પોલીસ સ્ટાફના માણસો ચેકિંગમાં નીકળ્યા હતા દરમિયાન વ્રજ 02 સોસાયટી ખાતે આવેલા ગેસ્ટ હાઉસ ના મેનેજર પરેશભાઈ કંચનભાઈ તડવી રહે કેવડિયા નાઓ રિસેપ્શન કાઉન્ટર ઉપર કનેક્ટિવિટી વાળા કોમ્પ્યુટર નર્મદા પોલીસ તરફથી વેબ ડિઝાઇન કરેલ પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું હોય જે કોમ્પ્યુટર ઇન્સ્ટોલ નહીં કરી તથા રજીસ્ટરમાં થતી એન્ટ્રીનું ચેકિંગ કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા તરફથી જાહેર કરેલા જાહેરનામણો ભંગ કરતા ગરુડેશ્વર પોલીસે ગેસ્ટ હાઉસના મેનેજર પરેશભાઈ કંચનભાઈ તડવી વિરુદ્ધ જાહેરનામાના ભંગ નો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે