જોલવા ગામે થિ દેશી દારૂની 50 પોટલીઓ કબ્જે કરતી દહેજ પોલીસ

મળતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા દરમ્યાન તેઓને બાતમિ મળેલ કે જોલવા ગામે આવેલી નવીનગરીના પાછળના ભાગે એક ઈસમ પોતાની દુકાનમાં દેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમિના આધારે દહેજ પોલીસ સ્ટાફના માણસો મજે જોલવા ગામે નવીનગરી પાછળના ભાગે ટાવરની બાજુમાં અમરતભાઈ અંબાભાઈ ચૌધરીની પતરાની દુકાનમાં પ્રોહીબ્યુશન અંગે રેડ કરતા મીણીયા થેલીમાં દેશી દારૂની 50 પોટલીઓ મળી આવી

દહેજ પોલીસ સ્ટાફના માણસોએ દેશી દારૂની 50 પોટલી દારૂ લિટર 10 કિંમત રૂપિયા 100 નો મુદ્દા માલ કબજે કરીને આરોપી અમરતભાઈ અંબાભાઈ ચૌધરી વિરુદ્ધ દહેજ પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે