આજ રોજ યુનિક ગ્રુપ ઓફ એજ્યુકેશન અને શ્રી આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોરખલાંના સહયોગથી મોરખલા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને ફાયર એન્ડ સેફ્ટી ની માહિતી આપવા માટે એક સેમિનાર કરવામાં આવ્યો. જેમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ ને ફાયર એન્ડ સેફ્ટી વિષયક ડેમો પ્રયોગો બતાવી આગની કે કોઈ મોટી દુર્ઘટનાનું સર્જન થાય ત્યારે કેવી રીતે તેમાંથી બચવું અને બચાવવું કે આગને કઈ રીતે બુઝાવવા વગેરે માટે વિદ્યાર્થીઓ સામે ડેમો પ્રેક્ટિકલ કરાવીને આ ફાયર સેફ્ટી વિશે માહિતી આપવામાં આવી. જેમાં મોરખલા હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી રાજેશભાઈ વાઘેલા, શાળાના સ્ટાફ તેમજ યુનિક ગ્રુપ ના કન્વીનર સુનીલ ઠક્કર ,દિવ્ય શાહ તેમજ ફાયર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.