ભરૂચ તાલુકાના દહેગામ ખાતે ગાડી ની ફરવણી નહિ કરતા લાકડી વડે માર મારી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર આ કામના ફરયાદી લક્ષ્મીકાંત ચંદ્રશેખર તેલાશા હાલ રહે વેદાંત સોસાયટી શ્રાવણ ચોકડી પાસે તાલુકો ભરૂચ નાઓ દિલીપ બિલ્ડકોમ લિમિટેડ કંપની માં ડીઝલ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા હોય જેઓ દહેગામ ખાતે આદિલ બંગ્લોઝમાં હાજર હતા દરમિયાન આ કામના આરોપી ચંદ્રકાંત પટેલ નાઓ ફરિયાદી ને માં બહેન સમાન ગાળો બોલી જણાવેલ કે તું મને ગાડી કેમ ફાળવતો નથી અને ગાડીમાં ડીઝલ કેમ આપતો નથી તેમ કહેતા ફરિયાદી લક્ષ્મીકાંત તેલાશાએ જણાવેલ કે મને ઉપરથી ગાડી તેમજ ડીઝલ નહીં ફાળવવા માટે જણાવવામાં આવ્યું છે જેથી તમોને ગાડી ફાળવેલ નથી તેમ કહેતા આ કામના આરોપી ચંદ્રકાંત પટેલ નાઓ એકદમ ઉશકેરાઈ જઈ ફરિયાદીને ઢીકા પાટુનો માર મારવા લાગેલ

દરમિયાન તેઓનું ઉપરાણું લઈને મનીષ શર્મા તથા રવિન્દ્ર રાજપુત નાઓ એ પણ ફરિયાદીને ઢીકા પાટુનો માર મારેલ અને આરોપી ચંદ્રકાંત પટેલ નાઓ લાકડી વડે ફરિયાદીને બે ત્રણ સપાટા મારતા ફરિયાદીને ડાબી આંખ નજીક તથા કપાળ ઉપર તેમજ શરીરે મુંઢ ઇજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે ઘટના બન્યા બાદ આ કામના આરોપીઓએ ફરિયાદી લક્ષ્મીકાંત ચંદ્રશેખર તેલાસાને કંપનીની ગાડીમાં બેસાડી કુકરવાડા નજીક આવેલા કેમ્પ ઉપર છોડી ગયેલ અને જણાવેલ કે અમારી સાથે વ્યવસ્થિત રહેજે નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાની ઘટના બનતા આ કામના ફરિયાદી લક્ષ્મીકાંત ચંદ્રશેખર તેલાશા એ ભરૂચ રૂરલ પોલીસ મથકે ત્રણે આરોપીય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

સદર ઘટનાની જાણ ભરૂચ રૂરલ પોલીસને થતા પોલીસ સ્ટાફના માણસોએ આરોપી (1) ચંદ્રકાંત પટેલ (2) મનીષ શર્મા તથા (3) રવિન્દ્ર રાજપુત વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે