વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. શહેરના સૌથી મોટા બે ઉદ્યોગ ડાયમંડ અને ટેક્સટાઈલ મા કામ કરતાં કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. 1લી ડિસેમ્બરે મતદાનની દિવસે હીરાના કારખાનામાં રજા રાખવા માટે ડાયમંડ એસોસિએશન દ્વારા ડાયમંડ યુનિટોને આહવાન કરવામાં આવ્યું છે. 1લીએ શહેરમાં લગ્નમુહૂર્ત પણ ઘણા હોવાથી શહેરના અનેક લોકો લગ્નમાં વ્યસ્ત રહેશે. બીજી તરફ વહીવટી તંત્રે ‘પહેલા મતદાન, પછી કન્યાદાન’ જેવા પ્રેરણાદાયી સૂત્રો અપનાવવી લોકોને મતદાન કરવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.

એસોસિયેશને રજા આપવા માટે લેખિતમાં આહવાન કર્યું ટેક્સટાઈલ માર્કેટ અને મિલમાં કામ કરતાં મતદારો પણ મતદાન કરી શકે તે માટે ટેક્સટાઈલ વેપારીઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ટેક્સટાઈલની દુકાનો અને મિલના કર્મચારીઓને મતદાન કરવા રજા આપવા ફોટા (ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન) દ્વારા પરિપત્ર બહાર પાડીને આહવાન કરવામાં આવ્યું છે.